Archive for the ‘dharmesh seo’ Category

 

Advertisements

IMG_6275

ગૂગલના નવા શૂઝ વાત કરશે, રસ્તા બતાવશે અને ફેસબૂક પર પોસ્ટ પણ કરશે!ગૂગલના નવા શૂઝ વાત કરશે, રસ્તા બતાવશે અને ફેસબૂક પર પોસ્ટ પણ કરશે!

દુનિયાની સૌથી મોટી સર્ચ સાઈટ ગૂગલના વર્કશોપમાં ચમત્કારિક ચશ્માની શોધ બાદ ‘ટૉકિંગ શૂઝ’ બોલતાં પગરખાંની પણ શોધ થઈ છે. કંપનીએ એડિડાસના શૂઝને મોડિફાઇ કરીને નવી જ સ્ટાઇલમાં બનાવ્યા છે.

ગૂગલના આ નવા શૂઝ તમારી સાથે વાત તો કરશે જ અને તેની સાથે-સાથે તમારી દરેક નવી એક્ટિવિટીના અપડેટ્સ સીધા ફેસબુક અથવા ટ્વિટર પર પોસ્ટ પણ કરી દેશે. તમને આગળનો રસ્તો પણ બતાવશે અને તમે ખોટા રસ્તા પર જતા હશો તો તમને એલર્ટ પણ કરી દેશે.

ગૂગલના આ શૂઝને નાનકડા કમ્પ્યૂટર અને સ્પીકર સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. તેમાં પ્રેશર સેન્સર, જાઇરોસ્કોપ, સ્પીકર અને બ્લૂટૂથ પણ લગાવવામાં આવ્યા છે. ગૂગલના આ નવા શૂઝ એ પણ જણાવી દેશે કે તેને પહેરનાર વ્યક્તિ ચાલી રહ્યો છે કે ક્યાક ઊભો છે કે બેઠો છે.

અ શૂઝ સતત તમને તમારા જ વિશેના બધા જ અપડેટ્સ આપતા રહેશે. આ શૂઝને સૌપ્રથમ વાર ટેક્સાસમાં સાઉથવેસ્ટ ફેસ્ટિવલ દરમિયાન લૉન્ચ કરવામાં આવ્યા હતા.

Source : http://www.divyabhaskar.co.in/article/HNL-google-launch-talking-shoe-4211366-PHO.html?seq=1

અમેરિકામાં બીજા પણ એક ભારતીયે તેની સફળતાનું શિખર સર કર્યું છે. ગુગલે એન્ડ્રોઇડના નવા પ્રમુખ તરીખે ભારતના વતની સુંદર પિચાઇની વરણી કરી છે. આઇઆઇટી કામપુરમાં ભણેલા આ યુવાને ઇન્ટરનેટની દુનિયામાં ટોપની કંપનીમાં મહત્વનું સ્થાન મેળવી બહુ મોટી સફળતા મેળવી છે.

ભારતનો વતની સુંદર બન્યો ગુગલ એન્ડ્રોઈડનો નવો હેડભારતનો વતની સુંદર બન્યો ગુગલ એન્ડ્રોઈડનો નવો હેડ

પેજ દ્વારા એક બ્લેગ પર આ સમાચારની પુષ્ઠિ કરવામાં આવી છે.

2008માં દુનિયાને જ્યારે એવું લાગ્યું હતું કે, ગુગલને હવે નવા બ્રાઉઝરની જરૂર છે, ત્યારે પિચાઇએ આ નવા બ્રાઉઝરની દુનિયાને ભેટ આપી, જેને વાપરી રહ્યા છે દુનિયાના કરોડો લોકો, આજે દુનિયામાં આ બ્રાઉઝરના કારણે જ લોકો સુરક્ષા સાથે ઝડપનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે.

સુંદરને હવે એન્ડી રબિનનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુગલના આ એન્ડ્રોઇડ વર્જનની સફળતામાં રબિનનો હાથ પણ બહુ મહત્વનો ગણાય છે.

1993માં આઇઆઇટી કાનપુરમાંથી એન્જિનિયરિંગ પૂરુ કરી સુંદરે સ્ટૈંડફોર્ડ વિદ્યાલયમાં મટિરિયલ સાયંસમાં માસ્તર્સ કર્યું અને પછી એમબીએ પણ કર્યું છે. વર્ષ 2004થી સુંદરે ગુગલ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. અને આટલા ટુંકા સમયમાં આટલી મોટી સફળતા પણ સર કરી લીધી.

Source : http://www.divyabhaskar.co.in/article/HNL-indian-sundar-pichoi-become-new-head-of-google-android-4209614-PHO.html?seq=2

Video Search by Dharmesh

સંદેશ સિટી લાઇફ અને રેડિયો સિટી દ્વારા વાયએમસીએ ક્લબમાં’સિટી કી હોલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજે કૃણાલના તાલે રેઇન ડાન્સ અને રંગોની મસ્તીનો માહોલ જામ્યો હતો. ઉપરાંત પરંપરાગત મ્યુઝિક બેન્ડ ‘ફાગ’ અને વિવિધ પ્રકારની ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને તેના ઉપર વિજેતાઓને પ્રાઇઝીસ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રાઇઝ સૌથી નાના બાળક, સોલો ડાન્સર, કપલ ડાન્સ વગેરેમાં જે બેસ્ટ હોય તેઓને પ્રાઇઝ મળ્યા હતા. રેઇન ડાન્સની શરૂઆતમાં એન્ટ્રી લેતાં જ બે યુવતીઓએ તિલક કરીને હોળીના શુકન કરાવ્યા હતા. ત્યારબાદ લોકોને ઘુઘરા આપવામાં આવ્યા હતા.

IMG_5185IMG_5189

IMG_5178IMG_5184IMG_5180